Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ફરી ધમાલ મચાવશે હિમેશઃ આવી રહ્યું છે આલ્બમ-'સુરૂર ૨૦૨૧'

મુંબઇઃ ગાયક, સંગીતકાર, કમ્પોઝર અને અભિનેતા હિમેશ રેશમીયાની ઓળખ તેના હીપહોપ ગીતોને કારણે જ બનેલી છે. તેણે આપેલા હિટ સોંગ આજે પણ યુવા હૈયાઓને ઝુમાવતા રહે છે. વધુ એકવાર હિમેશ નવા મ્યુઝિક આલ્બમ સુરૂર ૨૦૨૧ સાથે આવીર હ્યો છે. આ આલ્બમનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં હિમેશની ઓળખ એવી તેની ટોપી ઉપર 'એચઆર'નો સિમ્બોલ છે, ઉપર માઇક દેખાય છે અને પાછળ ઓડિયન્સ જોવા મળે છે.  આ આલ્બમની સાથે હિમેશ પોતાનું મ્યુઝિક લેબલ હિમેશ રેશમિયા મેલોડીઝ પણ લોન્ચ કરી રહ્યો છે. તેનું ટીઝર મોશન પોસ્ટર પણ તેણે પોસ્ટ કર્યુ છે. હિમેશનું પહેલુ આલ્બમ આપ કા સુરૂર રિલીઝ થતાં જ ધમાકો મચી ગયો હતો. એ આલ્બમની ૫૫ મિલિયનથી વધુ કોપી વેંચાઇ હતી. હિમેશે તેરે નામ, આશિક બનાયા આપને, અકસર, કિક સહિતની ફિલ્મોમાં સુપરહિટ સંગીત આપ્યું છે. ઝલક દિખલા જા, મુજે યાદ સતાયે તેરી, હુક્કા બાર સહિતના ગીતો પણ જાણીતા છે.

(2:51 pm IST)