Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

હજુ હું પાંચ વર્ષ સુધી એક્શન ફિલ્મો કરી શકીશ: અક્ષય કુમાર

મુંબઈ: ‘પૅડમૅન’ને બૉક્સ-ઑફિસ પર ૧૦૦ કરોડની ક્લબમાં એન્ટ્રી મળી નથી છતાંય એ સફળ રહી છે અને આ પછી હાલમાં અક્ષયકુમાર વાઈમાં તેની આગામી ફિલ્મ ‘કેસરી’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

આ એક વૉર-ડ્રામા છે અને એમાં ભરપૂર ઍક્શન જોવા મળશે. આમેય અક્ષયકુમારની ઇમેજ એક ખિલાડીની રહી છે અને હાલમાં તેણે ઘણી સામાજિક વિષયો પરની ફિલ્મો કરી છે, પણ ‘કેસરી’ અને રજનીકાંતની ‘૨.૦’માં તેનો ખિલાડી અવતાર જોવા મળશે.
અક્ષયકુમારે તાજેતરમાં GQ ઇન્ડિયાના માર્ચ મહિનાના અંકમાં આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ (૨૦૧૭) અને ‘ઍરલિફ્ટ’ (૨૦૧૬) કરવાની મને મજા આવી. એ ફિલ્મોએ મારી ઍક્શન-ફિલ્મો સાથે બૅલૅન્સિંગ કરી દીધું. હવે હું ૫૦ વર્ષનો થયો છું. હવે હું કેટલાં વર્ષ કામ કરી શકીશ? હવે હું કેટલી ફિલ્મોમાં ઍક્શન કરી શકીશ? વધુમાં વધુ પાંચ વર્ષ સુધી હું ઍક્શન-ફિલ્મો કરી શકીશ એવું મને લાગે છે.’
આશરે ૨૫ વર્ષ લાંબી કરીઅરમાં અક્ષયકુમારની એક વર્ષમાં ચાર જેટલી ફિલ્મો આવતી રહી છે. એક ઍક્ટર તરીકે પણ તેણે ફિલ્મો પસંદ કરતી વખતે બૅલૅન્સ જાળવી રાખ્યું છે. તેનો એક ઍક્ટર તરીકે ગ્રોથ પણ સારી રીતે થયો છે. તેણે મસાલા ફિલ્મોની સાથે સામાજિક વિષયોની ફિલ્મોને પણ એટલી જ સારી રીતે કરી છે અને ઑડિયન્સને તેના અભિનયથી જકડી રાખ્યા છે.

(5:12 pm IST)