Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

અંગુરી અને અનિતા ભાભી ટીમ સાથે ગોવામાં

ટીવી પરદાના ખુબ જ જાણીતા શો 'ભાબીજી ઘર પર હૈ'માં અંગુરી ભાભી અને અનિતા ભાભીનો રોલ નિભાવી રહેલી બંને અભિનેત્રી સિરીયલમાં ભલે ભલી-ભોળી દેખાતી હોઇ પરંતુ આ બંનેએ ગોવામાં પોતાના હોટ લૂકને છતો કર્યો હતો. આ શોના અન્ય કલાકારો મનમોહન તિવારી અને વિભુતી નારાયણ મિશ્રા સહિતની ટીમ ગોવા પહોંચી હતી. અહિ શુટીંગની સાથે બધાએ બીચ પર મોજમસ્તીનો આનંદ પણ માણ્યો હતો. આ ટ્રીપને કારણે મનમોહન તિવારી, વિભુતી ભૈયા, અંગુરી ભાભી અને અનિતા ભાભી ખુબ ખુશ હતાં. આ કલાકારોની ગોવા ટૂર દર્શકોને પાંચથી નવમી માર્ચ સુધી ટીવી પરદે જોવા મળશે. ભાબીજીના રોલમાં સોૈમ્યા ટંડન અને સુભાંગી અત્રે કામ કરી રહી છે. દર્શકોને આ કોમેડી શો ખુબ પસંદ છે.

(9:39 am IST)