Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ગોવિંદા હવે પુત્ર યશવર્ધનને કરશે બોલીવૂડમાં લોંચ

ગોવિંદાએ વર્ષો સુધી સુપરહિટ ફિલ્મો આપી ચાહકોને ખુશ કર્યા છે. જો કે તેણે હાલમાં જ ગયા વર્ષે કમબેક ફિલ્મો આપી હતી. પરંતુ ચાહકોએ તેની આવી ફિલ્મોને નકારી કાઢી હતી. ગોવિંદાની દિકરી પણ અગાઉ ફિલ્મોમાં એન્ટ્રી કરી ચુકી છે. પરંતુ તેને સફળતા મળી નથી. હવે ગોવિંદા પોતાના પુત્ર યશવર્ધનને બોલીવૂડમાં લોંચ કરી રહ્યો છે. આ માટે યશવર્ધનને ખાસ તાલિમ આપવામાં આવી રહી છે. તે પોતાની પહેલી ફિલ્મ થકી જ ભરપુર સફળતા મળે તેવી ઇચ્છા ધરાવે છે. યશવર્ધન સોશિયલ મિડીયા પર ખુબ જ સક્રિય રહે છે. ગોવિંદાની દિકરી નર્મદાએ બોલીવૂડમાં એન્ટ્રી કરતી વખતે પોતાનું નામ બદલીને ટીના આહૂજા કર્યુ હતું. તે વર્ષ ૨૦૧૫માં ફિલ્મ 'સેકન્ડ હેન્ડ હસબન્ડ' થકી બોલીવૂડમાં આવી હતી. પણ સફળતા મળી નહોતી.

(10:03 am IST)