Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

મલાઇકા અરોરાને કરવા છે બીચ વેડિંગ

મુંબઇ તા. ૬ :.. મલાઇકા અરોરાની ઇચ્છા છે કે તેના લગ્ન બીચ પર થાય. તે ઘણાં સમયથી અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તેઓ બહુ જલદી લગ્ન કરવાના હોવાની ચર્ચા ચાલી રહી છે. તે હાલમાં જ નેહા ધૂપિયાના ચેટ-શો 'નો ફિલ્ટર નેહા' માં પહોંચી હતી. આ શોમાં તેને વેડિંગ પ્લાન વિશે પૂછવામાં આવ્યું હતું. ક્રિશ્ચન પરંપરા મુજબ તે લગ્ન કરવાની છે. સાથે જ એવી પણ ચર્ચા છે કે તે એલી સાબ બ્રેન્ડનું ગાઉન પહેરવાની છે. પોતાનાં વેડિંગ પ્લાન સંદર્ભે મલાઇકાએ કહયું હતું કે 'મારી ઇચ્છા વાઇટ વેડિંગની છે. બ્રાઇડસમેડસનો કોન્સેપ્ટ મને હંમેશાથી ખૂબ ગમતો આવ્યો છે. મારી ગર્લ ગેન્ગમાંથી મારી સૌથી કલોઝેસ્ટ ફ્રેન્ડ વાહબીઝ મેહતા મારી બ્રાઇડસમેડસ બનશે.'

આ શોમાં તેણે જણાવ્યું હતું કે અર્જુન કપૂર સારા ફોટો કિલક કરે છે. જો કે પોતે આ બાબતમાં થોડી નબળી છે એવું જણાવતાં મલાઇકાએ કહયું હતું કે 'તેને લાગે છે કે હું તેના ફોટો બરાબર કિલક નથી કરતી. જો કે તે મારા ફોટો ખૂબ સારી રીતે કિલક કરે છે. તેની સરખામણીએ હું ફોટોગ્રાફીમાં ફેઇલ છું. તે પર્ફેકટ છે.'

(11:36 am IST)