Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

મર્ડર મિસ્ટ્રીમાં ઓફિસરના રોલમાં શ્વરા ભાસ્કર

અભિનેત્રી શ્વરા ભાસ્કર હવે આગામી ફિલ્મમાં ઇન્વેસ્ટીગેશન ઓફિસરના રોલમાં જોવા મળવાની છે. તેની આગામીફિલ્મનું નામ મિમાંસા છે. તેણે પોતાના આ પાત્ર માટે સાઇકોલોજીસ્ટ સાથે સંપર્ક કરી ખાસ ચર્ચા કરી હતી. સ્વરા પોતાના પાત્રમાં પ્રાણ પૂરવા માટે તનતોડ મહેનત કરવા માટે જાણીતી છે. મિમાંસા એક મર્ડર મિસ્ટ્રી ફિલ્મ છે. ગગન પૂરીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં બિજેન્દ્ર કાલા પણ ખાસ ભુમિકામાં છે. સ્વરા આ ફિલ્મમાં અધીરા દીક્ષિતના રોલમાં દેખાશે, જે એક સિરિયલ કિલરને પકડવાના પ્રયાસ કરે છે. એથી કિલરના મનમાં કેવા પ્રકારની હલચલ ચાલી રહી છે એ જાણવા માટે તેણે સાઇકોલૉજિસ્ટનો સંપર્ક કર્યો હતો. એ વિશે શ્વરાએ કહ્યું હતું કે 'મને એવું લાગે છે કે તમારા રોલને અને આવા પ્રકારના વિષયોને તમે સારી રીતે સમજો એ અગત્યનું હોય છે. એ પણ એવા સમયે જ્યારે દર્શકો વધુ સજાગ અને વાંચન કરતા હોય છે. એથી એકટર્સ માટે એ વધુ મહત્ત્વનું બની જાય છે.

(10:01 am IST)