Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

બિગ બોસ 12ના ઘરમાં જશે ટીમ ઇન્ડિયાનો ફાસ્ટ બોલર શ્રીસંત

અગાઉ શ્રીસંત એક ડાન્સ રિયાલિટી શોમાં ભાગ પણ લઈ ચૂક્યો છે.

મુંબઈ :ભારતના સૌથી પ્રખ્યાત રિયાલિટી ટીવી શો બિગ બોસની 12મી સિઝન જલ્દી શરૂ થઈ રહી છે. બિગ બોસ-12માં ટીમ ઇન્ડિયાનો એક પ્રખ્યાત ક્રિકેટર પણ ભાગ લઈ શકે છે. આ ક્રિકેટર બીજુ કોઈ નહીં પણ ફાસ્ટ બોલર શ્રીસંત છે.

 એસ શ્રીસંત 2013માં આઈપીએલ ફિક્સિંગ પછી પ્રતિબંધ ભોગવી રહ્યો છે. શ્રીસંતનો રિયાલિટી શો સાથે જુનો નાતો છે. તે એક ડાન્સ રિયાલિટી શોમાં ભાગ પણ લઈ ચૂક્યો છે.

(9:08 pm IST)