Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ફિલ્મ ફની બૉય આવતા વરસે ફ્લોર પર જવાની શક્યતા છે: દીપા મહેતા

મુંબઇ: ઇન્ટરનેશનલ ફિલ્મ સર્જક દીપા મહેતાએ કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ ફની બૉય આવતા વરસે ફ્લોર પર જવાની શક્યતા છે.મૂળ ભારતીય કૂળના અને હાલ કેનેડામાં વસતા લેખક શ્યામ સેલ્વદુરાઇની ફની બૉય નવલકથા પરથી નામે દીપા ફિલ્મ બનાવી રહ્યાં છે. નવલકથા અને ફિલ્મ વિશે વધુ માહિતી આપતાં દીપાએ કહ્યું કે નવલકથા તમિળ અને સિંહાલી લોકો વચ્ચેના સંઘર્ષની કથા છે. ૧૭ વર્ષના એક ટીનેજરની વાત છે. શી રીતે તમિળ અને સિંહાલી લોકો એકબીજાને સ્વીકારી શકતા નથી એની કથા છે.દીપાએ કહ્યું કે આજના સમયમાં કથા એકદમ ફિટ બેસે છે. આજે શ્રી લંકામાં એવુંજ બની રહ્યું છે. અમે મેાટે ભાગે આવતા ર્ષના જાન્યુઆરીમાં શ્રી લંકામાં શૂટિંગ શરૃ કરવા ધારીએ છીએ.૧૯૯૪માં નવલકથા પહેલીવાર પ્રગટ થઇ હતી. એને એવોર્ડ પણ મળ્યા છે. એક અતિ શ્રીમંત તમિળ પરિવારના ટીનેજરની વાર્તા નવલકથામાં રજૂ થઇ છે. એની પાર્શ્વભૂમિ શ્રી લંકાની છે.શ્રીલંકામાં ૧૯૮૩માં થયેલા હિંસક તોફાનો અને સિંહાલી તેમજ તમિળ પ્રજા વચ્ચેના હુલ્લડોની વાત પણ નવલકથામાં વણી લેવામાં આવી છે.

(5:30 pm IST)