Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

રણવીરસિંહે અભિનેત્રી વાણી કપૂરને એક નહીં, બે નહીં 23 વખત કિસ કરી હતીઃ દીપિકાએ પણ ફિલ્‍મમાં ડિમાન્‍ડ હોય તો કિસ સામે વિરોધ નહોતો કર્યો

મુંબઇ: Ranveer Singh અને Deepika Padukone બોલીવુડમાં લવિંગ કપલના રૂપમાં જાણિતા છે. રણવીર અને દીપિકા પોતાની મેરેજ લાઇફમાં ખુબ ખુશ છે. વાતની ખબર તેમના ફોટા અને વીડિયો જોઇને પડે છે. રણવીરની વાત કરીએ તો તે હંમેશાથી બેફિક્ર અને બિંદાસ અંદાજમાં જોવા મળે છે. લગ્ન પહેલાં પણ તે પોતાની ગર્લફ્રેંડસને લઇને ચર્ચામાં રહ્યા હતા. ખાસકરીને જ્યારે તેમણે વાણી કપૂર સાથે ફિલ્મ બેફિક્રેમાં કામ કર્યું હતું.

ફિલ્મમાં રણવીરે વાણીને 23 વાર કિસ કરી હતી. જોકે તે સમયે રણવીર દીપિકા સાથે રિલેશનશિપમાં હતા. ત્યારબાદ વાતો થવા લાગી કે ક્યાંક દીપિકા, રણવીરના એટલા બધા કિસિંગ સીન જોઇને નારાજ થઇ જાય અને સંબંધ તૂટી જાય. પછી દીપિકા સાથે વિશે રિએક્શન લીધું તો તેમણે જણાવ્યું કે જો કહાણીની ડિમાંડ છે તો તેમને કોઇ ફરક પડતો નથી.

તેમણે પણ કહ્યું કે ફિલ્મોમાં કિસિંગ સીન આપ્યા છે. લગ્ન બાદ રણવીર સિંહે ઇન્ટરવ્યુંમાં પણ જણાવ્યું કે દીપિકા ખૂબ ઘરેલૂ પ્રકારની છે. તે ઘરની અંદર ખૂબ સિંપલ રીતે રહે છે.

(5:05 pm IST)
  • એક સમયના મમતા બેનર્જીના નિકટના સાથી રહેલ TMC ના પૂર્વ કદાવર નેતા અને હાલમાજ BJP માં જોડાયેલ સુવેન્દુ અધિકારી નંદીગ્રામથી જ લડશે મુખ્યમંત્રી મમતા બેનરજી સામે બંગાળમાં આવી રહેલ ચૂંટણી : BJP એ કરી સત્તાવાર જાહેરાત access_time 7:23 pm IST

  • દલાઇ લામાએ ભારતીય વેકસીનનો પ્રથમ ડોઝ લીધો access_time 4:00 pm IST

  • બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડ સામેની સેમિફાઇનલમાં પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરીને મેચ જીતી લીધો હતો અને સાથેજ તેણે સ્વિસ ઓપન સુપર 300 ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સિંધુએ જાન્યુઆરીમાં યોનેક્સ થાઇલેન્ડ ઓપનમાં પ્રથમ રાઉન્ડની પોતાની હારનો બદલો લેવા માટે ફક્ત 43 મિનિટમાં ચોથી ક્રમાંકિત બ્લિચફેલ્ડને 22-20, 21-10થી હરાવી હતી. access_time 6:42 pm IST