Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ફાસ્ટ એન્ડ ફયુરીયસ-૯નું ટીઝર રીલીઝઃ રપ જુને સીનેમા ઘરોમાં

લોસ એન્જલસ : ફાસ્ટ એન્ડ ફયુરીયસ સીરીઝની નવમી ફિલ્મ હવે રપ જુને રીલીઝ થવાની છે. ફિલ્મના અભિનેતા અને નિર્માતા વિન ડઝલે ઇન્સ્ટાગ્રામ ઉપર તેનું એક ટીઝર રીલીઝ કર્યુ છે અને લખ્યુ છે કે અંતે સૌભાગ્યશાળી અને કૃતજ્ઞ ફિલ્મમાં જસ્ટીન લીનની ફિલ્મમાં જોન સીના, મિશેલ, રોડીઝ, જોર્ડાના બ્રીયસ્ટર, નતાલી ઇમાનુએલ, હેલેન મિહેબ, ચાર્લીઝ થેરોન, સુંગ કાંગ, ટાયરિસ, ગિબ્સન અને ક્રિસ બ્રિજેસ નજરે પડશે.

(1:12 pm IST)
  • ટીમ ઈન્ડિયા ૩૬૫ રનમાં ઓલઆઉટઃ સુંદર (૯૬ રન નોટઆઉટ) સદી ચૂકયો : ૧૫૮ રનની મહત્વની લીડ : અમદાવાદ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ૧૧૪.૪ ઓવરમાં ૩૬૫ રન બનાવી ઓલઆઉટ થયુ છે : સુંદર અને અક્ષર પટેલે શાનદાર બેટીંગનું પ્રદર્શન કરી ભારતને વિનીંગ પોઝીશનમાં લાવી દીધુ છે : કમનસીબે અક્ષર પટેલ ૪૩ રને આઉટ થયા બાદ ઈશાંત અને સિરાજ પણ આઉટ થઈ ગયા હતા : સુંદર સદી ચૂકી જતા નિરાશ થયો હતો તે ૯૬ રને નોટઆઉટ રહ્યો હતો : ઈંગ્લેન્ડના બોલરો સ્ટોકસ ૪, ઍન્ડરસન ૩, લીચને ૨ વિકેટ મળી છે : ભારતને ૧૫૮ રનની મહત્વની લીડ મળી છે access_time 11:35 am IST

  • ૧૧ થી ૧૫ માર્ચ ગાંધીનગરમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક : ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ૧૧ થી ૧૫ માર્ચ સુધી ગાંધીનગર ખાતે મળશે તેમ જાણવા મળે છે access_time 3:29 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 11:30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18, 684 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,10,580 થઇ :એક્ટિવ કેસ 1,81,664 થયા વધુ 14,338 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,66,536 થયા :વધુ 98 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,791 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 10,187 નવા કેસ નોંધાયા access_time 12:20 am IST