Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

પોતાના હેર સ્ટાઈલીસ્ટની બહેનના લગ્નમાં શાહરૂખ ખાનની હાજરી

મુંબઇ,તા.૫ : બોલિવૂડનો બાદશાહ, જેને કિંગ ખાન કહે છે બધા.. તે તેની નજીકનાં લોકો માટે તો તેવો જ સામાન્ય છે તેનું ઉદહારણ તમને આ વીડિયો પરથી મળશે. કારણ કે શાહરૂખ ખાન તેનાં હેર આર્ટિસ્ટની બહેનનાં લગ્નમાં હાજરી આપવા પહોંચી ગયો હતો.થોડા દિવસ પહેલાં શાહરૂખ ખાનનાં હેર સ્ટાઇલિસ્ટ રાજ ગુપ્તાની બહેનનાં લગ્ન હતાં. આ સમયે કિંગ ખાનને ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ લગ્નમાં ઘણાં મહેમાન હાજર રહ્યાં હતાં. દરેક તેમનાં સપનાંનાં નાયકનો આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતાં.અંતમાં કિંગ ખાન બ્લેક સૂટમાં આવે છે અને નવ વરવધૂને ગળે લગાવીને આશિર્વાદ આપે છે. શાહરૂખ ખાનનો નવદંપતિને આશિર્વાદ આપતો અને ગળે મળતો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

(3:30 pm IST)