Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

વરૂણ ધવનની રિમેક ફિલ્મનું ઓગષ્ટમાં બેંગકોકમાં શુટીંગ

ડેવિડ ધવનની ફિલ્મ કુલી નંબર-૧ની રિમેકનું શુટીંગ શરૂ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં વરૂણ ધવન મુખ્ય રોલ નિભાવી રહ્યો છે. ઓગષ્ટમાં શુટીંગ શરૂ થશે. ૧૯૯૫માં ગોવિંદા અને કરિશ્મા કપૂરને લઇને ડેવિડે કુલી નંબર-૧ બનાવી હતી. તે વખતે એ ફિલ્મ-છે. શુટીંગ બેંગકોકમાં શરૂ કરવામાં આવશે. એ પછીના શુટીંગના શેડ્યુલ માટે ટીમ ગોવા જશે. ડેવિડ અગાઉ પોતાની ફિલ્મ જૂડવાની રિમેક જૂડવા-૨ બનાવી ચુકયા છે. તેમાં પણ વરૂણને લેવાયો હતો અને સાથે તાપસી તથા જૈકલીન હતી. એ ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. કૂલી નંબર-૧ની રિમેકમાં આજના દર્શકોને ધ્યાને રાખી સ્ક્રીનપ્લેમાં ઘણા ફેરફાર કરવામાં આવશે.

(11:29 am IST)