Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

પૂનમનો દિકરો અનમોલ પણ બોલીવૂડના પરદે

બોલીવૂડના અનેક હીરો અને હિરોઇનોના સંતાનો પણ માતા-પિતાની જેમ ફિલ્મો ક્ષેત્રે અભિનય કારકિર્દી બનાવવા આવ્યા છે. જેમાંથી કેટલાક ખુબ સફળ થયા છે તો કેટલાકને ચાહકોનો પ્રેમ મળ્યો નથી. હવે અભિનેત્રી પૂનમ ધિલ્લોનનો પુત્ર ફિલ્મોમાં આવ્યો છે. પૂનમના પતિ અશોક ઠાકરીયા નિર્માતા છે. આ પહેલી ફિલ્મનું નામ ટ્યુસડેઝ એન્ડ ફ્રાઇડેઝ રખાયું છે. અનમોલ ઠાકરીયા સાથે ફિલ્મમાં હિરોઇન તરીકે ઝટાલેકાને લેવામાં આવી છે. તેની પણ આ પહેલી ફિલ્મ છે. સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. જેનું નિર્દેશન તરણવીરસિંહે કર્યુ છે. ભણસાલીની ફિલ્મ નિર્માણ કંપનીએ ફિલ્મના પોસ્ટરને તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કર્ય હતું. પૂનમ અને અશોકને એક મોટી દિકરી પણ છે. જો કે પતિ અશોક સાથે પૂનમે ૧૯૯૭માં છુટાછેડા લઇ લીધા હતાં. બંને સંતાનનો કબ્જો તેણે કાયદેસર રીતે મેળવ્યો હતો.

(10:14 am IST)
  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18,292 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,91,864 થઇ :એક્ટિવ કેસ 1,77,389 થયા વધુ 14,162 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,52,174 થયા :વધુ 109 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,693 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 10,216 નવા કેસ નોંધાયા access_time 1:04 am IST

  • રાજ્યોમાં દેશના ૮૪% નવા કોરોના કેસ નોંધાયા : ફરી ભયજનક સ્થિતિ સર્જાતી જાય છે : મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, ગુજરાત, મધ્ય પ્રદેશ તથા દિલ્હીમાં સૌથી વધુ નવા કોરોના કેસ રોજ નોંધાતા જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં નોંધાયેલા કુલ કોરોના કેસમાં ૮૪.૪૪ ટકા નવા કોરોના કેસ આ છ રાજ્યોમાં નોંધાયા છે. કેન્દ્રની મોદી સરકારની સત્તાવાર જાહેરાત. access_time 4:38 pm IST

  • વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને કેમ્‍બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્‍સ વીક (સેરાવી)નો મહત્‍વપૂર્વ એવોર્ડ એનાયત કરાશે : પીએમ મોદીને આજે ગ્‍લોબલ એનર્જી અને એન્‍વાયર્નમેન્‍ટ લીડરશીપ એવોર્ડથી નવાજવામાં આવશેઃ ગ્‍લોબલ એનર્જી અને એન્‍વાયર્નમેન્‍ટ લીડરશીપ એવોર્ડ ૨૦૧૬માં શરૂ કરવામાં આવ્‍યો હતો : વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણના ક્ષેત્રમાં પ્રતિબધ્‍ધ નેતૃત્‍વ માત્ર આ એવોર્ડ આપવામાં આવે છે. access_time 11:14 am IST