Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

દિશાએ પુરું કર્યુ વધુ એક ફિલ્મનું શુટીંગ

કરણ જોહરની પહેલી એકશન ફિલ્મ યોધ્ધા માટે અભિનેત્રી દિશા પટાની ખુબ જ ઉત્સાહી છે. આ ફિલ્મમાં સિધ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય હીરો છે. સાથે દિશાને મુખ્ય ભુમિકા મળી છે. સિધ્ધાર્થએ છેલ્લે શેરશાહ જેવી સુપરહિટ ફિલ્મ આપી છે. હવે તે યોધ્ધામાં ફરી વખત જોવા મળશે. દિશાએ આ ફિલ્મનું પોતાના ભાગનું શુટીંગ પુરૂ કરી લીધું છે. દિશા ઉપરાંત રાશી ખન્ના પણ ફિલ્મમાં ખાસ રોલ નિભાવી રહી છે. દિશાએ સોશિયલ મિડીયા પર જાણકારી આપી એક વિડીયો મુકયો હતો. જેમાં સિધ્ધાર્થ મલ્હોત્રા પણ તેની સાથે છે. બંને ડાન્સ કરતાં દેખાયા છે. સિધ્ધાર્થ આ વિડીયોમાં ફિલ્મના પોતાના પાત્રમાં જોવા મળ્યો છે. વિડીયો સાથે દિશાએ લખ્યું છે આ છે યોધ્ધાનું રેપ-અપ. દિશા પણ આ ફિલ્મમાં એકશન કરતી જોવા મળવાની છે. બોલીવૂડમાં દિશાએ પોતાની મહેનતથી ચોક્કસ સ્થાન મેળવી લીધું છે. 

(10:02 am IST)