Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

જડબાતોડ જવાબ માટે જાણીતી છે રૂબીના

 

ટીવી અને ફિલ્મોના કલાકારો સોશિયલ મિડીયા પર સતત ટ્રોલ થતાં રહે છે. તાજેતરમાં ટીવી જગતની જાણીતી અભિનેત્રી રૂબીના દિલાઇકે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. રૂબીના પોતાના બોલ્ડ અને બિન્દાસ્ત વ્યકિતત્વ માટે જાણીતી છે. ટીવી શો શકિત-અસ્તિત્વ કે અહેસાસ કી થકી તે ખુબ જાણીતી બની છે. ટ્રોલર્સ તેને વજન સહિતની વાતે નિશાન બનાવ છે. જો કે તે આવા લોકોને આકરો જવાબ આપવા માટે જાણીતી છે. તાજેતરમાં એક શખ્સે રૂબીનાની તસ્વીર સાથે છેડછાડ કરી હતી. રૂબીનાએ તેને જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે આવું કરનાર વ્યકિતએ કેટલી વખત માર ખાધો છે એ મારે પુછવું છે. ટીવી પરદે રૂબીનાએ છોટીબહૂ શો થકી શરૂઆત કરી હતી. શકિત શોમાં તેણે કિન્નર બહુનો રોલ નિભાવી ખુબ નામના મેળવી હતી. બિગ બોસ-૧૪ની ટ્રોફી પણ તે પોતાના નામે કરી ચુકી છે.

(10:01 am IST)