Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ફરી એકવાર બદલાઈ ફિલ્મ સુપર 30ની રિલીઝ ડેટ

મુંબઈ:ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહર બિહારના ગણિત શિક્ષક આનંદ કુમારની બાયો-ફિલ્મ સુપર ૩૦માંથી ખસી જાય એવી વાતો બોલિવૂડની કૉકટેલ સર્કિટમાં વહેતી થઇ હતી. ફિલ્મ શરૃ થઇ ત્યારથી એક યા બીજા પ્રકારના વિવાદોમાં સંડોવાતી રહી હતી. પહેલાં આનંદ કુમાર પોતાની વાતો મરીમસાલો ભરીને કરે છે. એમના બધા વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત આઇઆઇટીમાં એડમિશન મળ્યું નથી એવા આક્ષેપો થયા. ત્યારબાદ ફિલ્મના ડાયરેક્ટર વિકાસ બહલ સામે મી ટુ આંદોલનની સમર્થક હીરોઇનોએ સેક્સ્યુઅલ ગેરવર્તનના આક્ષેપો કર્યા અને વિકાસ પર દબાણ આવ્યું કે એણે ફિલ્મ છોડી દેવી.હવે કંગના રનૈાતે સુપર ૩૦ની સાથે ૨૫ જાન્યુઆરીએ મણીકર્ણિકા રજૂ કરવાની ચેલેંજ ફેંકી અને પોતાની ફિલ્મ સુપર ૩૦ને હંફાવશે એવો અણસાર મિડિયાને આપ્યો એનો વિવાદ ચાલી રહ્યો છે. જો કે મણીકર્ણિકા સ્પેશિયલ ઇફેક્ટસ્ના મુદ્દે મોડી થઇ છે, હજુ પૂરી થઇ નથી. બીજી બાજુ ૨૫ જાન્યુઆરીએ શિવસેના પ્રમુખ સદ્ગત બાળાસાહેબ ઠાકરેની બાયો-ફિલ્મ પણ રજૂ થઇ રહી છે. એના સર્જક સંજય રાઉતે મોટા ભાગના નિર્માતાઓને જણાવ્યંુ છે કે ઠાકરે ફિલ્મને સોલો રિલિઝ આપો, તમારી ફિલ્મો આગળ પાછળ રજૂ કરોે.આમ અત્યારે સુપર ૩૦ સમક્ષ નવા નવા પડકારો સર્જાઇ રહ્યા છે. કરણ આવા વિવાદોથી સદા દૂર રહેવાના પ્રયાસો કરતો હોય છે. એટલે એવી વાતો વહેતી થઇ હતી કે કરણ સુપર ૩૦થી દૂર થઇ જશે.  ફિલ્મ ઉદ્યોગનાં સૂત્રો કહે છે કે વિવાદનું સમાધાન નહીં થાય તો ફિલ્મ એપ્રિલમાં રજૂ કરવી પડે એવા સંજોગો છે. અત્યારે તો ફિલ્મની રિલિઝ અટકી પડી છે.

(7:22 pm IST)