Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ખેડૂત લાલ બિહારીને લઈને ફિલ્મ બનાવશે સલમાન ખાન

મુંબઈ: સુપર સ્ટાર સલમાન ખાન દેશભરમાં ચકચાર જગાડનારા લાલ બિહારી નામના ખેડૂતની ફિલ્મ બનાવશે એવી જાણકારી મળી હતી.લાલ બિહારી નામના ખેડૂતની કથા એટલી આકર્ષક છે કે અભિનેતા ફિલ્મ સર્જક સતીશ કૌશિકે સલમાન ખાનના કાને વાત નાખી ત્યારે સલમાને પોતાના બેનર તળે ફિલ્મ બનાવવાની હા પાડી હતી. ટૂંકમાં વાત એવી છે કે લાલ બિહારીના સ્વાર્થી અને પૈસાભૂખ્યા સ્વજનોએ એને મરેલો જાહેર કરીને એના નામે લાભ મેળવી લીધા. લાલ બિહારીએ પોતે જીવતો છે એવી જાણકરતાં ખાઇ બદેલા સરકારી તંત્રે એને કહ્યંુ કે તું જીવતો છે એવો પુરાવો લાવ. આવી સરસ કથા સલમાન ખાનને તરત ગમી ગઇ અને એણે ફિલ્મ બનાવવાની હા પાડીસતીશ કૌશિકે ફિલ્મ માટે પંકજ ત્રિપાઠીને સાઇન કર્યો છે અને ફિલ્મને હાલ કાગઝ ટાઇટલ આપ્યું છે. હિન્દીમાં કાગઝનો એક અર્થ દસ્તાવેજ થાય છે. સરકારી તંત્રે લાલ બિહારી ખેડૂત પાસે પોતે જીવંત હોવાના દસ્તાવેજો માગ્યા હતા એવું સૂચન ટાઇટલમાં મળે છેસતીશ હાલ સલમાન ખાન સાથે ભારત ફિલ્મ કરી રહ્યા છે. તેેમણે વાતવાતમાં સલમાન ખાનને લાલ બિહારીની વાત કરી અને સલમાન પ્રભાવિત થઇ જતાં એણે  નિર્માતા તરીકેની જવાબદારી સંભાળવાની તૈયારી દાખવી. આમ હવે સલમાન ખાના બેનર તળે સતીશ કૌશિક ફિલ્મ બનાવશે

(7:20 pm IST)