Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

બોલીવૂડમાં વધુ એક નવો ચહેરો- આયેશા શર્મા

વર્ષ ૨૦૧૬માં કિંગફિશરની કેલેન્ડર ગર્લ રહી ચુકેલી આયેશા શર્મા હવે બોલીવૂડમાં આવી છે. જ્હોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે'માં તેનો મુખ્ય રોલ છે. બોલીવૂડમાં સમયાંતરે નવા ચહેરાઓ આવતાં રહે છે. જેમાંથી અમુક રાતોરાત સ્ટાર બને છે તો અમુકને સફળતા મળતી નથી. આવા નવા ચહેરામાં હવે આયેશા પણ સામેલ થઇ જશે. આ સત્યમેવ જયતે ફિલ્મથી તે બોલીવૂડમાં કદમ માંડી રહી છે. જ્હોન સાથે તેને હિરોઇનનો રોલ મળતાં તે અત્યંત ખુશ છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જેને વખાણાઇ રહ્યું છે. મિલાપ મિલન ઝવેરી નિર્દેશીત આ ફિલ્મ એકશન થ્રિલર છે. ત્યારે આયેશાને આ ફિલ્મમાં કેવો અને કેટલો રોલ મળ્યો છે એ ફિલ્મ રિલીઝ પછી ખબર પડશે. આયેશા યંગિસ્તાન, મુબારકાં અને તુમ બીન-૨ની અભિનેત્રી નેહા શર્માની બહેન છે.

(9:44 am IST)