Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

સમીર સોની શાહિદની ફિલ્મમાં વેપારીના રોલમાં

ટીવી સિરીયલો અને ફિલ્મોમાં કામ કરતો સમીર સોની ફરી એક વાર ફિલ્મમાં જોવા મળશે. શાહિદ કપૂર સાથે તેને એક રોલ મળ્યો છે. છેલ્લે આ બંને સ્ટાર ફિલ્મ વિવાહમાં સાથે દેખાયા હતાં. હવે શાહિદ-શ્રધ્ધાની ફિલ્મ 'બત્તી ગુલ મીટર ચાલુ'માં સમીરને કામ મળ્યું છે. આ ફિલ્મમાં સમીર સોની એક વેપારીના રોલમાં છે. સમીરે કહ્યું હતું કે આ ફિલ્મમાં મને મહત્વનો રોલ મળ્યો છે. આ ફિલ્મની કહાની એવા વ્યકિત પર આધારીત છે લાઇટ બીલ ન ભરી શકતાં લાઇટ કપાઇ જવાને કારણે આત્મહત્યા કરી લે છે. ફિલ્મમાં શાહિદ, શ્રધ્ધા, સમીર ઉપરાંત યામી ગોૈતમ પણ ખાસ રોલમાં છે. સમીર આ ઉપરાંત ટાઇગર-અનન્યાની સ્ટુડન્ડ ઓફ ધ યર-૨માં પણ કામ કરી રહ્યો છે. ઉપરાંત એક વેબ સિરીઝ પણ તેની પાસે છે.

(9:44 am IST)