Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

હુમા કુરેશી હવે દેખાશે ડબલ એક્‍સએલમાં

હુમા કુરેશીએ વેબ સિરીઝ મહારાનીની બંને સિઝનમાં જોરદાર અભિનયથી ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે. હવે તે ફિલ્‍મ ડબલ એક્‍સમાં સોનાક્ષી સિન્‍હા સાથે જોવા મળશે. તે કહે છે આ ફિલ્‍મ મોટાં સપનાં જોવાની હિમ્‍મત રાખનાર લોકો માટે છે.  હુમાએ આ ફિલ્‍મ માટે વજન પણ વધાર્યુ હતું.  હુમાએ ઇન્‍સ્‍ટાગ્રામ પર લખ્‍યું હતું કે મેં મારા નજીકના મિત્રો સોનાક્ષી સિંહા, ઝહીર ઇકબાલ, સાકિબ સલીમ અને મુદસ્‍સર સાથે મજાકમાં જે વિષય પર વાત કરી હતી એ જ વિષય પર હવે ફિલ્‍મ બની ગઇ છે.  દરેક એક્‍ટર પોસ્‍ટ લોકડાઉન બાદ વજન વધી ગયું હોવાની વાત કરતા હતા. અમે પણ વજન વધાર્યું હતું અને મુદસ્‍સરે એની આસપાસ સ્‍ટોરી બનાવી હતી. આ સ્‍ટોરીને સમય જતાં-જતાં વધુ ફ્રેન્‍ડ્‍સની સાથે પાર્ટનર્સ મળવા લાગ્‍યા હતા. આ ફિલ્‍મને ખૂબ જ પ્રેમથી લખવા અને બનાવવામાં આવી છે. આ ફિલ્‍મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. સાકિબ, મુદસ્‍સર સાથે મળીને કંપની બનાવી છે. અમારી આ પહેલી ફિલ્‍મ બહુ જલ્‍દી આવશે.

(10:50 am IST)