Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

હોલીવુડ કોમેડિયન કેવિન હર્ટની કાર અકસ્માત નડ્યો

મુંબઈ:અમેરિકન કોમેડિયન અભિનેતા કેવિન હર્ટની કાર રવિવારે લોસ એન્જલસ નજીક ક્રેશ થઈ હતી. સૂત્રો અનુસાર કેવિન 1970 ના પ્લેયમાઉથ બેરાકુડા વિન્ટેજથી જઇ રહ્યો હતો. તેની સાથે વધુ 4 લોકો પણ હતા અને તે બધા મુહોલલેન્ડ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. ડ્રાઇવરની ઓળખ જેરેડ બ્લેક તરીકે થઈ છે.મળતી માહિતી મુજબ જેરેડે કાબૂ ગુમાવ્યો હતો અને કાર ખાડામાં ગઈ હતી. તેને પીઠની ગંભીર ઇજા થઈ છે. તેમની સાથે મુસાફરી કરતા લોકોને પણ ઇજાઓ પહોંચી છે. કારમાં મુસાફરી કરનારાઓમાં એક ઇન્ટરનેશનલ ફિટનેસ મોડેલ રેબેકા બ્રોક્સ્ટરમેન પણ હતી. ટક્કરમાં હાસ્ય કલાકાર કેવિન અને ડ્રાઈવર બ્લેકને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કેવિન એક પ્રખ્યાત હાસ્ય કલાકાર અભિનેતા છે તેમણે સિક્રેટ ઓફ પેટ લાઇફ્સ અને જુમાનજી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 2019 ઓસ્કાર એવોર્ડ હોસ્ટ કરવાના હતા પરંતુ પછી વિવાદિત ટ્વિટને કારણે તેમને આ જવાબદારી કોઈ બીજાને આપવામાં આવી હતી.6 જુલાઈ 1979 ના રોજ જન્મેલા કેવિને વર્ષ 2003 માં ટોરેઇ હાર્ટ સાથે લગ્ન કર્યા હતા પરંતુ આ સંબંધ 2011માં તૂટી ગયો હતો.આ પછી 2016 માં તેણે એનિકો પેરિશ સાથે લગ્ન કર્યા. કેવિન રાઇડ અલોંગ, ગેટ હાર્ડ અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ જેવી લોકપ્રિય ફિલ્મોનો ભાગ રહી ચૂક્યો છે. આ સમાચાર સાંભળીને તેમના ફેન્સ ચિંતિત છે.

(5:58 pm IST)