Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

'ખતરોં કે ખિલાડી-૯'ની ટેલિકાસ્ટ ડેટ થઇ જાહેર

મુંબઈ:એક્શન અને મસાલા ફિલ્મોના ક્લાસ ડિરેક્ટર રોહિત શેટ્ટીના હિટ ટીવી શો ખતરોં કે ખિલાડી-૯ની રાહ જોઈ રહેલા ફેન તેમના દિલ થામ કે બૈઠે, કારણ શો માટે તેમણે હજુ આવતા વરસ સુધી રાહ જોવી પડશે. મીડિયાના રિપોર્ટ્સની વાત માનીએ તો શો આવતા વરસે જાન્યુઆરીમાં ઓન એર થશે. શોને ૧૯ જાન્યુઆરી ૨૦૧૯થી શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. શો લેટ કરવાનું કારણ છે સલમાન ખાનનો શો બિગ બોસ-૧૨ જે સપ્ટેમ્બરમાં શરૂ થઈ રહ્યો છે. ખતરોં કે ખિલાડીની નવમી સિઝનમાં ભારતીસિંહ, જૈન ઇમામ, હર્ષ લિમ્બાચિયા, પુનિત પાઠક, રિદ્ધિમા પંડિત, આદિત્ય નારાયણ, બાલિકા વધુ ફેમ અવિકા ગોર જેવા સિતારા છે.

(11:27 am IST)