Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

શોમાં દિપીકાનો એકસ બોયફ્રેન્ડ બનીને એન્ટ્રી કરશે રોમિલ

બિગ બોસ-૧૨માં દિપીકા કક્કડ અને રોમિલ ચોૈધરી વચ્ચે તકરાર થઇ હતી અને તેના કારણે ખુબ ચર્ચા જાગી હતી. દિપીકાએ શોમાંથી નીકળ્યા પછી કહ્યું હતું કે તે કદી પણ રોમિલનો ચહેરો જોવા ઇચ્છતી નથી. પણ હવે દિપીકા જે ટીવી શોમાં કામ કરી રહી છે એે શોમાં રોમિલની એન્ટ્રી થઇ રહી છે. 'કહાં હમ કહાં તૂમ' નામનો દિપીકાનો શો હાલમાં ચાલી રહ્યો છે. આ શોમાં રોમિલ દિપીકાના પૂર્વ બોયફ્રેન્ડ રોલમાં એન્ટ્રી કરવાનો છે. રોમિલે શો સાથે પોતે જોડાયો હોવાનું સ્વીકારી એક પ્રોમો પણ પોસ્ટ કર્યો હતો. આ પ્રોમોમાં અંધારામાં દિપીકા અને રોમિલ જોવા મળી રહ્યા છે. હાલમાં શોમાં કરણવીર ગ્રોવર અને દિપીકાની જોડી દેખાડાઇ રહી છે. હવે શોમાં અચાનક રોમિલની એન્ટ્રી થઇ રહી છે. જે નેગેટિવ પાત્ર નિભાવી રહ્યો છે. અસલી જિંદગીમાં દિપીકા અને રોમિલ એક બીજાને જોવાનું પસંદ નથી કરતાં ત્યારે ટીવી પરદે આ બંને વચ્ચેની કેમિસ્ટ્રી કેવી હશે તે જોવું રહ્યું.

 

(10:02 am IST)