Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

જૈકલીન જોવા મળશે મોહિત રૈના અને મનોજ બાજપાઇ સાથે

સૈફ અલી ખાન, નવાજુદ્દીન સિદ્દીકી, વિક્કી કોૈશલ, અભિષેક બચ્ચન સહિતના કલાકારો ડિઝીટલ પ્લેટફોર્મ પર આવી ચુકયા છે. બોલીવૂડના બીજા સ્ટાર પણ વેબ સિરીઝ કરી રહ્યા છે. ત્યારે હવે બોલીવૂડની બ્યુટી જૈકલીન ફર્નાન્ડીઝ પણ વેબ સિરીઝ સાથે જોડાઇ રહી છે. ફરાહ ખાન મિસેઝ સિરીયલ કિલર નામની સિરીઝ બનાવી રહી છે. જેમાં જૈકલીનને મુખ્ય રોલ માટે પસંદ કરવામાં આવી છે. આ પ્રોજેકટનું નિર્દેશન ફરાહનો પતિ શિરીષ કુંદર કરવાનો છે. જૈકલીન સાથે આ સિરીઝમાં મોહિત રૈના અને મનોજ બાજપેયી પણ સામેલ છે. મોહિત રૈનાએ મિસેઝ સિરીયલ કિલર વિશે વાત કરતાં કહ્યું હતું કે ફિલ્મમાં મારો રોલ સિરીયલ કિલરથી ખુબ નજીક છે. મારું પાત્ર બીજા પાત્રો માટે રહસ્ય ઉભુ કરતું રહે છે. નેટફિલકસ માટે આ સિરીઝ બની રહી છે. આ પ્લેટફોર્મ થકી હું દુનિયાના પંદર કરોડ લોકો સુધી પહોંચી શકેીશ એ જાણીને ખુશ છું.

(10:01 am IST)