Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ટીવી અભિનેત્રી પ્રિયંકા છિબ્બર મા બનવાની તૈયારીમાં

ટીવી શો 'યે રિશ્તા કયા કહેલાતા હૈ'માં  કામ કરી રહેલી અભિનેત્રી પ્રિયંકા છિબ્બર મા બનવાની છે. આ વિશેની જાણકારી તેના પતિ વિકાસ કલંતરીએ સોશિયલ મિડીયા થકી આપી હતી. આ તેનું પહેલુ બાળક છે. પ્રિયંકાની બેબી બંપ સાથેની તસ્વીર પોસ્ટ કરવામાં આવી છે અને તેના ચહેરા પર અત્યંત ખુશી જોવા મળી રહી છે. વિકાસે તસ્વીર પોસ્ટ કરીને ભાવનાત્મક સંદેશ લખ્યો હતો... પ્રિયંકા અને વિકાસ કલંતરીની નવી શરૂઆત. પ્રિયંકાએ પણ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર ગુલાબી રંગના ડ્રેસ સાથેની તસ્વીર મુકી છે, જેમાં તે સગર્ભા હોવાનું દેખાઇ રહ્યું છે. બંનેને તેના મિત્રો અને ચાહકોએ શુભેચ્છા આપવાનું શરૂ કર્યુ છે. ૨૦૧૨માં આ બંનેએ લગ્ન કર્યા હતાં. વિકાસે ફિલ્મ પ્યાર જિંદગી હૈ, દિલ બેચારા પ્યાર કા મારા, જિજ્ઞાશા, જિમી સહિતની ફિલ્મો કરી છે. આ ઉપરાંત ટીવી શો નઇ પડોશનમાં રામનો રોલ નિભાવ્યો હતો.

(10:00 am IST)