Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

પુલકિત સમ્રાટની 'વીરે દી વેડિંગ'નું ટ્રેલર રિલીઝ

નવી દિલ્હી:પુલકિત સમ્રાટ અભિનિત વીરે કી વેડિંગનુ ટ્રેલર લોન્ચ કરી દેવામાં આવ્યુ છે. ટ્રેલરથી અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મ એન્ટરટેન્ટમેન્ટનુ એક સારુ પેકેજ હશે. ફિલ્મમાં પુલકિત સમ્રાટ ઉપરાંત જિમી શેરગીલ અને કૃતિ ખરબંદા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ માર્ચમાં રીલીઝ થવાની છે. ફિલ્મમાં પુલકિત વીર અરોરાનુ પાત્ર ભજવી રહ્યો છે. જે એક યુવતિના પ્રેમમાં પાગલ હોય છે, તે એક્શન કરતો પણ નજરે પડશે. ફિલ્મમાં જિમી શેરગીલને વીર અરોરાનો મોટો ભાઈ બતાવવામાં આવ્યો છે, જે વીરને સમજાવે છે કે યુવતિઓ પાછળ ભાગવુ જોઈએ નહીં, પાછુ વળવુ મુશ્કેલ બની જશે. ફિલ્મમાં દમદાર ડાયલોગ અને શાયરી બોલતો નજરે પડશે. વીર ફિલ્મમાં અભિનેત્રી કૃતિ ખરબંદા સાથે લગ્ન કરવા માંગે છે પરંતુ તે લગ્ન કરવા તૈયાર નથી આ ચક્કરમાં બન્ને પરિવાર વચ્ચે ગૃહ યુદ્ધ શરુ થાય છે. 

(4:55 pm IST)
  • વેરાવળના ડાભોર ગામે નવજાત બાળકી મળી : બાવળની જાળીમાં કોઈએ તરછોડી દીધેલી માસૂમ બાળકીને પોલીસે સારવાર હેઠળ ખસેડી access_time 5:54 pm IST

  • U19 ક્રિકેટ વર્લ્ડકપ જીતવા બદલ ટીમ ઈન્ડીયા ને અને ખાસકરીને ભાવનગરના પનોતા પુત્ર હાર્વિક દેસાઈને ટ્વીટ કરીને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી access_time 3:56 pm IST

  • અમદાવાદમાં અધિક મદદનીશ ઈજનેર ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયા : ધોળકા તાલુકા પંચાયતના અધિક મદદનીશ એન્જીનિયર વિકાસ કામના બીલ મંજૂર કરવા લાંચ લેતા ઝડપાયા : એસીબીએ ટ્રેપ ગોઠવી અને ઝડપી લીધા access_time 5:54 pm IST