Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

અનુષ્કા શર્માની હોરર ફિલ્મ 'પરી'નું ટીઝર લોન્ચ

મુંબઇ: અભિનેત્રી કમ ફિલ્મ સર્જક અનુષ્કા શર્માની આગામી ફિલ્મ પરીનું ટીઝર શુક્રવારે રિલિઝ કરાયું હતું. ફિલ્મ સર્જકો આ ફિલ્મને સ્ક્રીમર (ચીસ પડાવી દેનારી ) ફિલ્મ તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે. આ એક હોરર ફિલ્મ છે અને ટીઝરમાં અનુષ્કાના ચહેરા પર ઊઝરડા અને લોહીની ટશરો ફૂટેલી દેખાય છે. એને લઇને એનો ચહેરો બિહામણો થઇ ગયેલો જણાય છે. ટીઝરમાં ત્રીસ સેકંડની વિડિયો ક્લીપ ઇન્ટરનેટ પર મૂકવામાં આવી હતી. અનુષ્કાના હાથમાં બેડી છે, પગમાં સાંકળ છે જાણે એ કોઇ રીઢી ગુનેગાર હોય. ચહેરા ઉપરાંત હાથ-પગમાં પણ ઊઝરડા પડેલા દેખાય છે. એના ચહેરાની પાછળ એક ટેલિવિઝન સેટ નજરે પડે છે. આ ફિલ્મ અનુષ્કાની ક્લીન સ્લેટ ફિલ્મ કંપનીની ત્રીજી ફિલ્મ છે. અગાઉ એ એનએચ ૧૦ અને ફિલ્લૌરી ફિલ્મ બનાવી ચૂકી છે. બંને ફિલ્મો બોક્સ ઑફિસ પર મધ્યમ સફળતાને વરી હતી. 

(4:53 pm IST)
  • બાબા અમરનાથના ભક્તો માટે ખુશખબર : ૨૮ જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ તીર્થ યાત્રા માટે એડ્વાન્સ રજિસ્ટ્રેશન ૧લી માર્ચથી શરૂ થશે : દેશભરમાં પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ- કાશ્મીર બેન્ક, યશ બેન્કની ૪૩૦ શાખામાં અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન ૧લી માર્ચથી શરૂ થઈ જશે. access_time 3:04 pm IST

  • અમદાવાદઃસાયબર ક્રાઈમ બ્રાન્ચે કોલ સેન્ટર ઝડપ્યું: મીરઝાપુર વિસ્તારમાંથી સાયબર ક્રાઈમ બ્રાન્ચે કોલ સેન્ટર ઝડપ્યુ : ૪ની ધરપકડ : લોન આપવાનું જણાવી વેરીફીકેશનના નામે પૈસા ખંખેરતા હતા : ૪ વાહનો, ૪ કોમ્પ્યુટર સહિત અઢી લાખનો મુદ્દામાલ જપ્ત access_time 3:33 pm IST

  • જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સીઆરપીએફના કાફલા ઉપર ગ્રેનેડ હુમલોઃ ૨ જવાન તથા ૨ સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત access_time 3:33 pm IST