Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

તાનાજીઃ ધ અનસંગ વોરિયર ફિલ્મ રિલીઝ થાય તે પહેલા અજય દેવગણનો નવો અંદાજ ચર્ચામાં છવાઇ ગયો

નવી દિલ્હી: હાલમાં લાંબા સમયથી અજય દેવગણનો મરાઠા યોદ્ધાવાળો Look તેમના ફેન્સના દિલો દિમાગ પર છવાયેલો છે, પરંતુ તો બીજી તરફ હવે ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વોરિયર' ના રિલીઝ પહેલાં તેમનો એક નવો અંદાજ ચર્ચામાં છવાઇ ગયો છે. જી હાં! નવા વર્ષે અજય દેવગણના ફેન્સને મોટી સરપ્રાઇઝ મળી છે. તેમની આગામી ફિલ્મ 'ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા' નો FIRST LOOK (ફર્સ્ટ લુક) રિલીઝ કરી દેવામાં આવ્યો છે

ગત વર્ષે જ અજય દેવગણની આ આગામી ફિલ્મ 'ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા' ચર્ચામાં છે. આ ફિલ્મ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે અને અજય દેવગણ તેમાં ઇન્ડીયન એરફોર્સના વિંગ કમાન્ડર કાર્ણિકનું પાત્ર ભજવી રહ્યા છે.

આ ફિલ્મના ડાયરેક્ટર અભિષેક દુધાઇયાએ સોશિયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મમાંથી અજયના આ FIRST LOOK ને શેર કર્યો છે. જેમાં કેપ્શનમાં તેમણે લખ્યું, 'મારી ફિલ્મ 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા'થી સ્ક્વોડ્રન લીડર વિજય કાર્ણિકના રૂપમાં અજય દેવગણૅ સરનો ફર્સ્ટ લુક શેર કરવો મારી ખુશનસીબી છે.

તમને જણાવી દઇએ કે વિંગ કમાન્ડર વિજય કાર્ણિક વર્ષ 1971માં થયેલા યુદ્ધમાં ભૂજના એરબેસના ઇન્ચાર્જ હતા અને પાકિસ્તાની બોમ્બમારી છતાં તેમણે એરબેસને ઓપરેશનલ રાખ્યું હતું. આ પહેલીવાર હશે જ્યારે અજય દેવગણ એરફોર્સ અધિકારીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 14 ઓગસ્ટ 2020ના રોજ રિલીઝ થવાની વાત કહેવામાં આવી રહી છે.

(5:17 pm IST)