Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

હવે કોઇ સાથે પ્રેમ કરવાનો સમય જ નથીઃ શ્વેતા તિવારી

અભિનેત્રી શ્વેતા તિવારીએ જિંદગીમાં ખુબ મુશ્કેલ સમયનો સામનો કર્યો છે. બબ્બે વખત તેના લગ્ન તુટી ગયા છે. જો કે આમ છતાં તે ખરાબ સમય સામે ટકી રહી છે અને હાર નથી સ્વીકારી. શ્વેતા કહે છે એક સમય એવો હતો કે હું સાવ વિખેરાઇ ગઇ હતી. શ્વેતા કહે છે હવે હું પ્રેમમાં પડવા માટે જરાપણ તૈયાર નથી અને સમય પણ નથી. હાલમાં હું બાળકો સાથે પ્રેમમાં છું. મારે હવે બીજા કોઇના પ્રેમની જરૂર પણ નથી. શ્વેતા બીજા પતિ અભિનવ કોહલીથી અલગ થઇ ગઇ હતી. ત્યારે ખુબ દુઃખી થઇ ગઇ હતી.   શ્વેતાને તાજેતરમાં સોશિયલ મિડીયા પર ટ્રોલ કરવામાં આવી હતી. આ બાબતે તેણે કહ્યું હતું કે આ એવા લોકો મારા વિશે ખરાબ લખતા હોય છે જને બીજાની જિંદગીમાં ડખલગીરી કરવી જ ગમતી હોય છે. આ એવા લોકો છે જેની પાસે પોતાની જિંદગી માટે કરવા જેવુ કોઇ સારુ કામ હોતું નથી. કોઇને પણ ટ્રોલ કરવાનો આ લોકો પાસે ભરપુર સમય હોય છે. શ્વેતા પોતાની જાતને બહાદુર પણ નથી સમજતી. હું રોઇ પડુ છું, વિખેરાઇ જાઉ છું...પણ ફરી વિચારું છું કે આ બધુ સ્વાભાવિક છે. હાલમાં સ્વેતા મેરે ડેડ કી દૂલ્હન નામનો શો કરી રહી છે. જેમાં તે વરૂણ બડોલા સાથે છે.  

 

(9:59 am IST)