Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

નવ વર્ષ બાદ 'નમસ્તે ઈંગ્લેન્ડ'થી વિપુલ શાહ કરી રહ્યા છે ફરીથી નિર્દેશન

મુંબઇ તા.૨: વિપુલ શાહ સંખ્યાબંધ ગુજરાતી નાટક ડિરેકટ કરી ચૂકયા છે, જેને દર્શકોએ વખાણ્યા પણ છે. હવે ૯ વર્ષના ઈંતજાર બાદ વિપુલ શાહના ડિરેકશનનો જાદુ ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર પણ જોવા મળવાનો છે.ઙ્ગ

બોલીવુડના જાણીતા પ્રોડ્યુસર વિપુલ અમૃતલાલ શાહ 'નમસ્તે ઈંગ્લેન્ડ' સાથે નવ વર્ષના લાંબા બ્રેક બાદ હવે ડિરેકશનમાં કમબેક કરી રહ્યા છે. ડિરેકટર તરીકે છેલ્લે વિપુલ શાહે ૨૦૧૦ એકશન રિપ્લે ફિલ્મ કરી હતી. હવે ૯ વર્ષ બાદ  ફરી એકવાર ડિરેકશન પર હાથ અજમાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિપુલ શાહની ફિલ્મઙ્ગ 'નમસ્તે ઈંગ્લેન્ડ'નું શૂટિંગ ૭૫ કરતા વધુ સ્થળો પર થયું છે. નમસ્તે ઈંગ્લેન્ડ જે ફિલ્મની સિરીઝ છે તે નમસ્તે લંડન પણ વિપુલ શાહે જ ડિરેકટ કરી હતી. નમસ્તે લંડનની બીજી કડીમાં અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા સાથે નમસ્તે ઈંગ્લેન્ડને લઈ તૈયાર છે. વિપુલ શાહની ફિલ્મ 'નમસ્તે ઈંગ્લેન્ડ' એક લેટેસ્ટ લવ સ્ટોરી છે. જેમાં બે વ્યકિત જસમીત અને પરમની લાઈફ દર્શાવાઈ છે. ફિલ્મ ઈન્ડિયા અને યુરોપના દિલકશ લેન્ડસ્કેપમાં શૂટ થઈ છે.ઙ્ગ ફિલ્મની શરૂઆત પંજાબના લુધિયાણાથી થાય છે. અને અંત સુધીમાં ફિલ્મમાં અમૃતસર, ઢાકા, પેરિસ, બ્રસેલ્સ, લંડન સુધીની સફર છે.ઙ્ગ૧૯ ઓકટોબરે આ ફિલ્મ રિલીઝ થશે.

 

(12:08 pm IST)