Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર... રિલીઝની તારીખ બદલાઇ

રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ 'મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર'ની રિલીઝ તારીખ નક્કી થઇ ગઇ છે. આ ફિલ્મ ૧૪મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે. પહેલા બીજી ઓકટોબર નક્કી થઇ હતી. પણ હવે ફેરફાર થયો છે. મહેરા કહે છે હજુ ઘણો સમય છે. આ ફિલ્મ ગાંધીજીથી પ્રેરિત હોવાનું કહેવાય છે. પછાત વિસ્તારમાં રહેતાં એક એવા છોકરાની કહાની આ ફિલ્મમાં છે જે તેની માતા સાથે શોૈચાલય બનાવવા ઇચ્છે છે. ફિલ્મ ચાર બાળકો, ઝૂપડપટ્ટીની વાસ્તવિકતા અને નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી અંજલી પાટિલના સહારે સ્વચ્છતાના મુદ્દાને ઉજાગર કરશે. ફિલ્મનું શુટીંગ મુંબઇમાં જ થયું છે. આ ફિલ્મનું પોસ્ટર પણ અગાઉ રિલીઝ થઇ ગયું છે. જેમાં ટેગલાઇન હતી-મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર, મેરી અરજી સુન લો જરા. રાકેશે અગાઉ રંગ દે બસંતી, દિલ્હી-૬ અને ભાગ મિલ્ખા ભાગ જેવી હિટ ફિલ્મો આપી છે.

(9:36 am IST)