Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

સિક્કીમમાં અમિતાભ બચ્ચનના નામ પર એક ઝરણું

મુંબઇ: સિક્કીમમાં અમિતાભ બચ્ચનના નામ પર  એક ઝરણું છે. જેની જાણકારી સ્વયં અભિનેતાને પણ નહોતી. અમિતાભે હાલમાં જ એક તસવીર પોતાના ટ્વિટર હેન્ડલ પરથી રીટ્વીટ કરી હતી. આ તસવીર અભિતાભ બચ્ચન વોટર ફોલ્સની હતી જેને ભીમ નાલા ફોલ્સ અથવા ભીમા ફોલ્સના નામે પણ ઓળખવામાં આવે છે.આ તસવીરને એક યુઝરે ટ્વીટ કરીને કેપ્શનમાં લખ્યુ હતુ કે, '' સિક્કીમ જાઉં અને આ જગ્યા પર ન જાઉં  જેનું નામ એ વ્યક્તિ પરથી રાખવામાં આવ્યું છે.'' આ પર અમિતાભે રીટ્વીટ કરીને લખ્યું હતું કે, '' આ સત્ય ન હોઇ શકે, મારા માનવામાં નથી આવતું કે ઝરણાનું નામ મારા પરથી છે. પરંતુ તસવીર શેર કરનાર વ્યક્તિએ અમિતાભને વિશ્વાસ અપાવતાં શેર કરીને ટ્વીટ કર્યુ ંહતું કે, સર, આ વાત સાવ સાચી છે. હું અત્યારે સિક્કિમમાં છું અને આ વાતને સાબિત કરી શકું એમ છું.''

(5:19 pm IST)