Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

ઝુંડનું શૂટિંગ પૂરૃં કર્યું અમિતાભ બચ્ચને

મુંબઇ તા. રઃ અમિતાભ બચ્ચને હાલમાં જ 'ઝુંડ'નું શૂટિંગ પૂરૃં કર્યું છે. આ ફિલ્મ દ્વારા મરાઠી ફિલ્મ 'સૈરાટ'નો ડિરેકટર નાગરાજ મંજુલે બોલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. આ ફિલ્મમાં 'સૈરાટ'ના કલાકારો આકાશ ઠોસર અને રિંકુ રાજગુરૂ પણ જોવા મળશે. ફિલ્મ એક રિટાયર્ડ સ્પોર્ટ્સ ટીચર અને એક સંસ્થાના સંસ્થાપક વિજય બરસેના જીવન પર આધારિત છે. ફિલ્મનાં શૂટિંગ માટે જતી વખતે એરપોર્ટ પરનો ફોટો ટ્વિટર પર શેર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે 'લાંબાં ડગલાં માંડી રહ્યો છું વધુ એક ફિલ્મનું શૂટિંગ પૂરૃં કરવા માટે...આજે રાતે 'ઝુંડ'નું લાસ્ટ શૂટિંગ છે.'

(1:20 pm IST)