Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

સંજૂ ફિલ્મીન સફળતાથી રણબીર કપુર ઉપર ગર્વની લાગણી અનુભવતા પિતા ઋષિ કપુરઃ તારા માતા-પિતા તારા માટે કેટલી ગર્વની લાગણી અનુભવે છે, ધન્યવાદ અને ભગવાનના આશિર્વાદ તારા પર રહે અને વધારે સારૂ કામ કરોઃ ટ્વિટ કરીને ખુશી વ્‍યક્ત કરી

મુંબઇઃ સંજય દત્તના જીવન ઉપર આધારિત ફિલ્મ સંજૂમાં રણબીર કપુરના અભિનયથી તેના પિતા ઋષિ કપુર ખુશ થયા છે અને ટ્વિટ કરીને સંજૂ ફિલ્મની સફળતા માટે ગૌરવ વ્‍યક્ત કર્યુ છે.

બોલિવૂડ એક્ટર રણબીર કપુર બોક્સઓફિસ પર છવાઈ ગયો છે. ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મ 'સંજૂ'એ પહેલા દિવસે જ બોક્સઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 34.75 કરોડ રૂ. અને બીજા દિવસે 38.60 કરોડ રૂ.ની કમાણી કરી હતી. હવે આ ફિલ્મના ત્રીજા દિવસના કલેક્શનના આંકડા પણ આવી ગયા છે. 'સંજૂ'ની ત્રીજા દિવસની કમાણીની મદદથી તમામ ફિલ્મોને પછાડીને ટોપ મૂવી બની ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ આપેલી માહિતી પ્રમાણે આ ફિલ્મે ત્રીજા દિવસે લગભગ 44  કરોડ રૂ.નું કલેક્શન કર્યું. આમ, આ ફિલ્મ ત્રણ દિવસમાં કુલ 117.35 કરોડ રૂ.ની કમાણી કરવામાં સફળ સાબિત થઈ છે. 

આ ફિલ્મમાં રણબીરના પર્ફોમન્સના બહુ વખાણ થયા છે. આ ફિલ્મની સફળતાથી રણબીરના પિતા રિશી કપૂર બહુ ઇમોશનલ થઈ ગયા છે અને તેમણે પોતાની ખુશી જાહેર કરતી ટ્વીટ પણ કરી છે. રિશી કપૂરે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, 'હું ઉડી રહ્યો છું અને હાલમાં મોર્ટિયસથી દુબઈ જઈ રહ્યો છું. મારું એરક્રાફ્ટ પણ 40 હજાર ફૂટની ઉંચાઈએ ઉડી રહ્યું છે. ચીયર્સ રણબીર! તને ખબર નથી કે તારા માતા-પિતા તારા માટે કેટલી ગર્વની લાગણી અનુભવે છે. ધન્યવાદ અને ભગવાના આશિર્વાદ તારા પર રહે અને વધારે સારું કામ કરો.'

'સંજૂ'નું ડિરેક્શન રાજકુમાર હિરાનીએ કર્યું છે. ફિલ્મમાં રણબીરની સાથેસાથે વિક્કી કૌશલ અને પરેશ રાવલની એક્ટિંગ પણ ચાહકોએ બહુ પસંદ કરી છે઼. વિક્કી કૌશલ ફિલ્મમાં રણબીરના બેસ્ટ ફ્રેન્ડ કમલેશનો અને પરેશ રાવલ તેના પિતાનો રોલ ભજવી રહ્યા છે. ફિલ્મમાં અનુષ્કા શર્મા લેખિકાના રોલમાં છે. સંજય દત્તના જીવન પર આધારિત આ ફિલ્મની વાર્તા તેના ડ્રગ્ઝના એડિક્શનમાંથી બહાર નીકળીને અંડરવર્લ્ડ સાથેની મિત્રતાની આસપાસ આકાર લે છે. 

(5:22 pm IST)