Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

સિલ્વર સ્ક્રીન પણ ફરી એકવાર સાથે જોવા મળશે અનિલ કપૂર-જુહી ચાવલા

મુંબઈ: અનિલ કપૂર અને જુહી ચાવલા ફરી રૃપેરી પડદે  સાથે જોવા મળે તેવી શક્યતા છે. ભૂતકાળમાં બન્નેએ સાથે કામ કર્યું હતું અને જોડીને દર્શકોએ પસંદ પણ કરી છે. ફિલ્મમાં સોનમ કપૂર પણ કામ કરતી હોવાથી અનિલ કપૂર ફિલ્મ માટે ઉત્સાહિત છે. અનિલ કપૂર અન જુહી ચાવલા 'એક લડકી કો દેખા તો ઐસા લગા ફિલ્મમાં સાથે કામ કરવાના છે. ફિલ્મનું શિર્ષક અનિલની સફળ ફિલ્મ ૧૯૪૨ : લવ સ્ટોરીના શિર્ષક ગીત પરથી લેવામાં આવ્યું છે. ફિલ્મમાં ગીતના નવા વર્ઝનને પણ દર્શકોને સાંભળવા મળશે.કહેવાય છે કે અનિલ કપૂર અને જુહી ચાવલા વચ્ચે ફિલ્મમાં રોમાન્સ જોવા મળે તેવી ચર્ચા છે. બન્ને એકટર્સે પોસ્ટર ટ્વિટર પર શેયર કર્યા છે. ફિલ્મ એક એવી યુવતીની વાત છે, જે પોતાના લગ્નજીવનથી ખુશ નથી. દરમિયાન તેને જાણ થાય છે કે તેના પિતાના એક યુવતી સાથે સંબંધ છે. ફિલ્મ ઓકટોબરમાં રીલિઝ થાય તેવી શક્યતા છે. અનિલ અને જુહીએ ભૂતકાળમાં ઘણી સફળ ફિલ્મો આપી છે. જેમાં દીવાના-મસ્તાના, લોફર, બેનામ બાદશાહ અને કારોબાર છે.

(4:40 pm IST)