Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

11 વર્ષ પછી સાથે કામ કરશે સલમાન ખાન- ભંસાલી

મુંબઈ: બોલીવુડના દબંગ અભિનેતા સલમાન ખાન અને જાણીતા ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી ૧૧ વર્ષના લાંબા ગાળા બાદ ફરી એક સાથે કામ કરવા જઈ રહ્યા છે. સુત્રોનુ માનીએ તો ટુંક સમયમાં પ્રોજેક્ટ પર કામ શરૃ થઈ શકે છે અને ભણસાલીના નવા પ્રોજેક્ટનુ ટાઈટલ ઈન્શાલ્લાહ રાખવામાં આવી શકે છે. ભણસાલીની ટીમ સાથે જોડાયેલ એક ટોચના સુત્રએ જણાવ્યુ હતુ કે તેમણે ગત સપ્તાહે ઈન્શાલ્લાહ ટાઈટલનુ રજિસ્ટ્રેશન પણ કરાવી લીધુ છે. ભણસાલીના કામ કરવાની રીત પર નજર કરીએ તો તેમને એક ફિલ્મનો ડ્રાફ્ટ અને સ્ક્રીપ્ટ તૈયાર કરવામાં થી મહિના જેટલો સમય લાગે છે. જેથી ફિલ્મનુ શુટિંગ હવે આગામી વર્ષે શરૃ થશે. ત્યાં સુધી સલમાન ખાન પોતાની ફિલ્મ ભારતનુ શુટિંગ પુર્ણ કરી લેશે. મહત્વનુ છે કે પહેલા સલમાન ખાન અને સંજયલીલા ભણસાલીએ ફિલ્મ હમ દિલ દે ચુકે સનમમાં સાથે કામ કર્યુ હતુ. ફિલ્મ બોક્સ ઓફિસ પણ સુપર હીટ સાબિત થઈ હતી. ત્યારે તેમની નવી ફિલ્મનુ કામ ૨૦૧૯ના મધ્યથી શરૃ થાય તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

(4:41 pm IST)