Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

'ટોયલેટ:એક પ્રેમ કથા-2' બનાવશે અક્ષય કુમાર

મુંબઇ: એક્શન સ્ટાર અક્ષય કુમારે કહ્યું હતું કે અમે ટોયલેટ ટુ બનાવવાની યોજના ઘડી રહ્યા છીએ. અત્યાર અગાઉ બનાવેલી ટોયલેટ એક પ્રેમકથા હિટ નીવડી હતી. હાલના વડા પ્રધાને કરેલી સ્વચ્છ ભારત ઝુંબેશના પગલે અક્ષય કુમારે શ્રી નારાયણ સિંઘના નિર્દેશનમાં ટોયલેટ એક પ્રેમકથા બનાવી હતી જે હિટ નીવડતાં અક્ષય કુમારનો ઉત્સાહ વધ્યો હતો. તેણે ટ્વીટર પર કરેલી જાહેરાત મુજબ મિશન ટોયલેટ ટુ... ઇસ બાર પૂરા દેશ બદલેગા... જાહેરાત સાથે અક્ષયે એેક વિડિયો ક્લીપ મૂકી હતી જેમાં કહ્યું હતું કે ટોયલેટ તો બના લિયા લેકિન કથા અભી ભી બાકી હૈ...મૈં રહા હું ટોયલેટ ટુ લેકર બહુત જલ્દ... ટોયલેટ એક પ્રેમકથા હિન્દીમાં બની હતી પરંતુ દરેક ભાષાના દર્શકને પ્રભાવિત કરી શકી હતી. ખુલ્લામાં ગુરુશંકા કરવાથી થતી ગંદકી ઉપરાંત સંબંધિત વ્યક્તિને થતી બીમારીની વાત પણ ફિલ્મમાં વણી લેવામાં આવી હતી અને ફિલ્મને ધાર્યા કરતાં સારો પ્રતિભાવ મળ્યો હતો. તાજેતરમાં અક્ષયે સામાજિક હેતુ ધરાવતી જે બે ત્રણ ફિલ્મો કરી તેમા એક ટોયલેટ એક પ્રેમકથા હતી.

(4:40 pm IST)