Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

ભૂતકાળમાં મને બ્રેસ્ટ સર્જરી કરવાની સલાહ મળી હતી: દીપિકા પાદુકોણ

મુંબઈ: દીપિકા પદુકોણનું નામ આજે બોલીવૂડની ટોચની અભિનેત્રી તરીકે છે. તે બોલીવૂડના માંધાતાઓની પ્રથમ પસંદગી છે. જોકે તેણે એક સ્પષ્ટતા કરીને લોકોને ચોંકાવી દીધા છે. દીપિકાએ તાજેતરમાં પોતાનો ભૂતકાળ યાદ કરતાં કહ્યું હતું કે, '' ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા એન્ટ્રી કરવા માટે મને વિચિત્ર સલાહો આપવામાં આવતી હતી. જેમાંથી એક 'બ્રેસ્ટ સર્જરી કરાવાની હતી જેથી મને ફિલ્મોમાં જલદી કામ મળે. પરંતુ મેંઆવી સલાહ માની નહોતી. હું કામ મેળવવા કોઇ પણ હદે જાઉં તેવી નહોતી. મેં મારા મનની જ વાત સાંભળી હતી અને તેને જ હું અનુસરી છું. દીપિકાએ વધુમાં જણાવ્યું હતું કે, '' તે વખતનો મારા જીવનનો મોટો હિસ્સો એથિલટ તરીકેનો હતો. મેં સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે હું એક મોડેલ  અને અભિનેત્રી બનીશ. પરંતુ શરૃઆતથી જ હું મારે શું કરવું છે તે બાબતે દ્રઢ હતી. ૧૭-૧૮ વરસે જ મારે  મારી કારકિર્દી શેમાં બનાવવી છે તે વિશે નિર્ણય લઇ લીધો હતો. એ વખતે હું વયના એ પડાવમાં હતી જ્યારે અમે ઘરથી દૂર જવાનું અને સ્વપ્નો પુરા કરવાનું વિચારતા હોય છે. ફિલ્મોમાં કામ કરવાનો નિર્ણય એ મારો 'ડ્રીમ ડેબ્યુ હતો.ઉત્તમ કાસ્ટ, કર્ણપ્રિય સંગીત અને શાહરૃખ સાથે કામની તક મળી હતી.

 

 

(4:39 pm IST)