Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

એક ક્ષેત્રમાં સફળ થયા બાદ તમારે એ ક્ષેત્ર બદલવું ન જોઇએ: સૈફ અલી ખાન

મુંબઇ:છોટે નવાબના હુલામણા નામે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી ખાનનું પ્રથમ ડિજિટલ સાહસ હવે સાકાર થઇ રહ્યાની માહિતી મળી હતી. ૨૦૦૧માં દિલ ચાહતા હૈથી અભિનય કારકિર્દી શરૃ કરનારા સૈફે ત્યારબાદ ઘણી ચડતી પડતી જોઇ હતી. એની કેટલીક ફિલ્મો હિટ નીવડી હતો તો કેટલીક ફ્લોપ નીવડી તી. ૨૦૧૦માં એણે વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઓમકારા દ્વારા ફરી કારકિર્દીને નવો વળાંક આપ્યો હતોજગવિખ્યાત નાટયકાર વિલિયમ શેક્સપિટરની એક ટ્રેજેડી ઓથેલો પર ફિલ્મ આધારિત હતી. ફિલ્મ ક્ષેત્રે પૂરતું કામ કર્યા બાદ પલટાઇ રહેલા સમયને પારખીને ડિજિટલ મનોરંજન ક્ષેત્રે ઝુકાવનારો પ્રથમ સ્ટાર હતો. તાજેતરમાં એની નેટફ્લીક્સ પરની પહેલી વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સ શરૃ થઇ હતી જેને ધાર્યો પ્રતિભાવ મળ્યો હતો. સૈફે કહ્યંુ કે સામાન્ય રીતે એવી માન્યતા છે કે એક ક્ષેત્રમાં સફળ થયા બાદ તમારે ક્ષેત્ર બદલવું જોઇએ. પરંતુ મને એેમ લાગ્યું હતું કે હવે ડિજિટલ મનોરંજનનો સમય શરૃ થઇ ચૂક્યો છે એટલે મેં ક્ષેત્રમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો અને સેક્રેડ ગેમ્સને મળી રહેલા પ્રતિભાવથી મને ખાતરી થઇ હતી કે મેં કરેલો નિર્ણય સાચી દિશામાં હતો. મારા પછી બીજા લોકોેએ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું.

(4:37 pm IST)