Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

ફિલ્મ બદલાનું શૂટિંગ પૂરું કર્યું અમિતાભ બચ્ચને

મુંબઇ:મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ટોચના ફિલ્મ સર્જક સુજોય ઘોષની આગામી ફિલ્મ બદલાનું પોતાના હિસ્સાનું શૂટિંગ પૂર્ણ કર્યાની ઔપચારિક જાહેરાત સોશ્યલ મિડિયા પર કરી હતી. ફિલ્મમાં અમિતાભ સાથે એેમની નિર્ભયાકાંડ પર આધારિત ફિલ્મ પિન્કની સહકલાકાર તાપસી પન્નુ ચમકી રહી છે. ફિલ્મમાં અમિતાભે પહેલીવાર પ્રોસ્થેટિક મેકપ કરાવ્યો નથી. સુજોય સાથે તેમની ચોથી ફિલ્મ છે. અગાઉ તેમણે સુજોય સાથે તીન,કહાની અને અલાદીન ફિલ્મો કરી હતી. ૭૫ વર્ષના મેગાસ્ટાર હાલ યશ રાજની ઠગ્સ ઑફ હિન્દુસ્તાન અને કરણ જોહરની બ્રહ્માસ્ત્ર કરી રહ્યા છે. તાજેતરમાં તેમની રિશિ કપૂર સાથેની ૧૦૨ નોટ આઉટ રજૂ થઇ હતી. બ્રહ્માસ્ત્રમાં રિશિ કપૂરના પુત્ર અને ટોચના અભિનેતા રણબીર કપૂર સાથે ચમકી રહ્યા છે. તેમણે ટ્વીટર પર જાહેર કર્યુ ંહતું કે મંે  સુજોય ઘોષની બદલા ફિલ્મના મારા ભાગના શૂટિંગને પૂર્ણ કર્યું હતું.

 

 

 

(4:37 pm IST)