Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

રણભૂમિમાં વરૂણ ધવન સાથે રાણા દગુબાતી પણ હશે

દક્ષિણ ભારતીય ફિલ્મોનો જાણીતો અભિનેતા રાણા દગુબાતી બોલીવૂડમાં પણ કામ કરતો રહે છે. રણભૂમિમાં તે વરૂણ ધવન સાથે જોવા મળે તેવી શકયતા છે. બાહુબલી સિરીઝમાં ખલનાયક તરીકે નામના મેળવનાર આ કલાકારની હવે હિન્દી ફિલ્મોમાં ખુબ ડિમાન્ડ છે. નિર્દેશક શશાંક ખેતાનની ફિલ્મ રણભૂમિમાં વરૂણ મુખ્ય ભૂમિકામાં છે.

હાલમાં રાણા દગુબાતી સાથે પ્રાથમિક તબક્કે વાત ચાલી રહી છે. તે રોલ સ્વીકારી લેશે તો ફરીથી દર્શકોને બાહુબલી પછી રાણા નવા રોલમાં જોવા મળશે. રણભૂમિ એક યોધ્ધાની કહાની છે. શશાંક ખેતાનની ફિલ્મ ધડક હવે રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મનું ટ્રેલર બધાને ખુબ ગમ્યું છે. શશાંક કહે છે રણભૂમિ જેવી ફિલ્મ બનાવવાની મારી વર્ષોથી ઇચ્છા હતી.

(9:14 am IST)