Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

એકતા કપૂર હવે બનાવશે નાગિન-૪

મોૈની રોય અને અદા ખાન પછી નાગિન ૧ અને નાગિન ૨ પછી ત્રીજી સિઝનમાં કરિશ્મા શર્મા, અનિતા હસનંદાની, સુરભી જ્યોતિ નાગિન-૩માં જમાવટ કરી રહી છે. આ શો શરૂ થયાની સાથે જ ટીઆરપીમાં ટોચ પર પહોંચી ગયો છે. આ શોની સફળતાને જોઇને એકતા કપૂરે નાગિન-૪ બનાવવાનો નિર્ણય પણ કરી લીધો છે.

નાગિન-૩ની કહાની અક્ષય કુમારની ફિલ્મ જાની દુશ્મન પર આધારીત છે. તો હવે નાગિન-૪ માટે એકતા કપૂર શ્રીદેવીની ફિલ્મ નગીનાને પસંદ કરી ચુકી છે. નાગિન-૪ની સ્ટારકાસ્ટ માટે પણ કામ પુરૂ થઇ ગયું છે. આ શોને દંગલ ચેનલ પર ટેલિકાસ્ટ કરવામાં આવે તે માટે પ્લાનિંગ થશે. ટીવી પર સુપરનેચરલ શોને પસંદ કરવામાં આવી રહ્યો છે.

(9:13 am IST)