Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

ટીવી અભિનેત્રી જસવીરે આપ્યો દિકરીને જન્મ

ટીવી અભિનેત્રી જસવીર કોૈર માતા બની છે. તેણે એક દિકરીને જન્મ આપ્યો છે. નાનકડી પરીના આગમનથી જસવીર અને તેનો પતિ વિશાલ મધલાણી ખુબ જ ખુશ છે. બે વર્ષ પહેલા જસવીર અને વિશાલે લગ્ન કર્યા હતાં. વિશાલ સાથે જસવીરના આ બીજા લગ્ન છે. તેણે પહેલા લગ્ન ૨૦૦૬માં અઝીજ સાથે કર્યા હતાં. બે વર્ષ સુધી આ લગ્ન ટકયા હતાં. પછી બંને અલગ રહેવા માંડ્યા હતાં. ૨૦૧૦માં કાયમ માટે અલગ થઇ ગયા હતાં. જસવીર લાંબા સમયથી ટીવી સાથે જોડાયેલી છે. ૨૦૦૪માં તે એકતાની સિરીયલ 'કે સ્ટ્રીટ પાલી હિલ'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. જેમાં જબરદસ્ત અભિનયથી લાખો ચાહકોના દિલ જીતી લીધા હતાં. છેલ્લે તે સસુરાલ સિમર કા માં જોવા મળી હતી. હિટલર દીદી, સીઆઇડી, અદાલત, ઇશ્ક કા રંગ સફેદ, વારીસ સહિતના શો પણ કર્યા છે.

(9:13 am IST)