Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

વિદ્યા બાલનની ફિલ્મ શેરનીનું ટ્રેલર થયું રિલીઝ

મુંબઈ: દિવસોમાં બોલિવૂડની ઘણી મોટી ફિલ્મો વિશે જબરદસ્ત ચર્ચાઓ ચાલી રહી છે. દરમિયાન વિદ્યા બાલનની ફિલ્મ 'શેરની' જબરદસ્ત હેડલાઇન્સમાં આવી છે. તાજેતરમાં ફિલ્મનું બેંગિંગ ટ્રેલર રિલીઝ થયું છે. 18 જૂને એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મમાં વિદ્યા બાલનની સાથે શરત સક્સેના, મુકુલ ચડ્ડા, વિજય રાઝ, ઇલા અરૂણ, બ્રિજેન્દ્ર કલા અને નીરજ કબી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં વિદ્યા બાલન જંગલોમાં વાઘની શોધ કરતી જોવા મળી રહી છે.

(5:22 pm IST)