Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

સાડા ત્રણ વર્ષે ફિલ્મી પરદે પહોંચી કાંચી

ટીવી પરદેથી ફિલ્મોમાં પહોંચવાની ઇચ્છા કોની ન હોય? અભિનેત્રી કાંચી સિંહની આ ઇચ્છા ત્રણ વર્ષ પછી પુરી થઇ છે. યે રિશ્તા કયા કહેલાતા હૈ શોમાં ગાયત્રીનો રોલ નિભાવ્યા પછી આ શો છોડી ચુકેલી કાંચી સિંહને હવે ફિલ્મ મળી છે. ૨૦૧૭માં તેણે શો છોડ્યા પછી તેણે હવે જે ફિલ્મ મળી છે તેનું શુટીંગ ભોપાલમાં કર્યુ છે. તેણે કહ્યું હતું કે ફિલ્મ મળી જતાં હું ખરેખર રોમાંચ અનુભવી રહી છું. સિરીયલ છોડી દીધા પછી સાડા ત્રણ વર્ષ સુધી કાંચીએ સતત એક જ વાત પર ધ્યાન આપ્યું હતું કે ફિલ્મ કરવી છે. તેને પરંપરાગત નૃત્ય ફાવે છે પણ સાથે ભરતનાટ્યમની તાલિમ લઇ લીધી. શરીરનું વજન ઓછુ કર્યુ, નિયમીત જીમ કર્યુ, ડાયેટની સંભાળ લીધી અને ઘરના ભોજનને વધુ મહત્વા આપ્યું. આ સમય દરમિયાન પણ મને ટીવી શોની ઓફરો મળતી હતી. પરંતુ મને ગમી નહોતી જેથી કામ કર્યુ નહોતું. હું ટીવી સ્ટાર તો છું જ પણ હવે બોલીવૂડની સફર શરૂ કરી ચુકી છું. ટીવી પ્રત્યેનો મારો પ્રેમ કદી ખતમ નહિ થાય.

(10:33 am IST)