Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

ત્રીજી વખત રૂપેરી પરદે સાથે નજરે પડશે ભૂમિ-આયુષ્માન

મુંબઇ:  આયુષ્યમાનખુરાના અને ભૂમિ પેડણેકરની જોડી ત્રીજી વખત રૂપેરી પડદે સાથે  કામ કરવાની છે. બન્નએ 'હઇશા અને શુભ મંગલ સાવધાન'માં સાથે કામ કર્યું છે. હવે જોડી અમર કૌશિક  દિગ્દર્શિત ફિલ્મમાં સાથે જોવા મળશે. અમર કૌશિકે ફિલ્મ 'સ્ત્રી'નું દિગ્દર્શન કર્યું હતું જે રૂપેરી પડદે હિટ રહી હતી. સૂત્રની વાત સાચી માનીએ તો, અમર કૌશિકની ફિલ્મ 'બાલા'માં આયુષ્યમાન ખુરાના અને ભૂમિ પેડણેકરની જોડી જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનાથી શરૂ થાયતેવી શક્યતા છે. એક બાલા નામના યુવક પર આધારિત ફિલ્મ છે. જેના વાળ અકાળે ખરી રહ્યા છે. જ્યારે ભૂમિ શ્યામ વાન ધરાવતી યુવતીના પાત્રમાં છે. જેના વાનને કારણે તે સમાજના મહેણા-ટોણાથી પરેશાન થઇ ગઇ છે. ફિલ્મના માધ્યમથી એ  સંદેશ આપવામાં આવશે કે સમાજમાં રંગને લઇને ભેદભાવ થાય છે તે યોગ્ય નથી. ફિલ્મ બાબતે અમર કૌશિકનું કહેવું છે કે, સમાજમાં સમાજમાં રહેનારા લોકો બાહ્ય સુંદરતા પ્રતિ વધુ આકર્ષિત થતા હોય છે, વાસ્તવમાં તેઓ  તે વ્યક્તિના સ્વભાવ સુધી પહોંચવાન ોપ્રયાસ નથી કરતા. આવા સમાજ માટે ફિલ્મ વિચારશીલ રહેશે. 

(5:43 pm IST)