Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

ચીનમાં પણ ના ચાલી આમિર-અમિતાભની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન

મુંબઇ: થ્રી ઇડિયટ્સ પછી ચીનમાં ધમધોકાર બિઝનેસ કરનારી આમિર ખાનની ફિલ્મોનો ભૂતકાળ તાજો છે. પરંતુ યશ રાજની આમિર ખાન અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ચમકાવતી ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાન ચીનમાં પણ ઊંધે માથે પટકાઇ હોવાના સમાચાર મળ્યા હતા.થ્રી ઇડિયટ્સ પછી આમિર ખાન ચીનમાં જાણીતો થયો હતો અને ચીનમાં પણ એના હજારો ચાહકો બન્યા હતા. થ્રી ઇડિયટ્સ પછી રજૂ થયેલી એની દંગલ અને ભારતમાં નબળો પ્રતિસાદ મેળવનારી ફિલ્મ સિક્રેટ સુપર સ્ટાર પણ ચીનમાં સુપરહિટ નીવડી હતી. એ હકીકત ધ્યાનમાં રાખીને આમિરે ઠગ્સ ઑફ હિન્દુસ્તાન ચીનમાં વ્યવસ્થિત સબ-ટાઇટલ્સ સાથે રજૂ કરાવી હતી પરંતુ ચીનના દર્શકોએ પણ આ ફિલ્મને જાકારો આપ્યો હતો અને ધાર્યો બિઝનેસ આ ફિલ્મ કરી શકી નહોતી.ચીનના સરકારી મિડિયા ગ્લોબલ ટાઇમ્સમાં પ્રગટ થયેલા અહેવાલ મુજબ આ ફિલ્મ આમિરની ઓછામાં ઓછી કમાણી કરનારી ફિલ્મ ગણાઇ જાય તો નવાઇ નહીં.ઘરઆંગણે તો આ ફિલ્મ રજૂ થઇ એના પહેલા ત્રણ દિવસમાંજ પટકાઇ પડી હતી અને ખુદ આમિર ખાને જાહેરમાં માફી માગી હતી કે અમે ક્યાંક ચૂકી ગયા છીએ. આ ફિલ્મ જોનારા દર્શકો મને માફ કરે.

(5:29 pm IST)