Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

'ગલી બોય'નું નવું પોસ્ટર આવ્યું સામે : રણવીરનો જોવા મળ્યો નવો લુક

મુંબઈ: ‘ગલી બૉય’નું પહેલુ પૉસ્ટર રીલીઝ થયું હતુ જેમાં રણવીર કેમેરાની તરફ પીઠ બતાવીને બેઠેલો જોવા મળી રહ્યો છે અને એક ઊંચી બિલ્ડિંગ તરફ જોઈ રહ્યો છે. ફિલ્મનાં ફર્સ્ટ લૂકમાં રણવીરે હૂડી પહેરેલું જોવા મળી રહ્યું છે. આછું લખાણ પણ આ પૉસ્ટર પર જોવા મળી રહ્યું છે. આ પૉસ્ટરની ટેગલાઇનમાં લખ્યું છે, ‘અપના ટાઇમ આએગા.’ ‘ગલી બૉય’ ફિલ્મને ઝોયા અખ્તર ડાયરેક્ટ કરી રહી છે અને ફિલ્મ 15 જાન્યુઆરીનાં રોજ રીલીઝ થશે, જેને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે.

(5:27 pm IST)