Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

હોરર કોમેડી શોમાં પ્રાચીનો હરિયાણવી યુવતિનો રોલ

અભિનેત્રી પ્રાચી તેહલાન એવી અભિનેત્રી છે જે દરેક લોકોનું સન્માન કરે છે. તે એ બધા લોકોનો આભાર માને છે જેના કારણે તે આજે સફળ છે. કેટલાક સમયથી ટીવી પરદાથી દુર પ્રાચીએ અગાઉ અનેક મોટા શો કરવાની ના પાડી દીધી હતી. પણ હવે તે હોરર કોમેડી શો કરી રહી છે. આ શોનું નામ 'બેન્ડ બાજા બંધ દરવાજા' છે. આ શોનું ટુક ટુક પિકચર કંપનીના મકબૂલ ખાન અને અમિતોષ નાગપાલ નિર્માણ કરી રહ્યા છે. સબ ચેનલ પર  આ શો આગામી દિવસોમાં જોવા મળશે. પ્રાચી કહે છે નિર્માતાએ મને આ શો માટે કોલ કરતાં મેં સ્ક્રિપ્ટ માંગી હતી. અદ્દભુત સ્ક્રિપ્ટ અને ખુબસુરત ચરિત્ર હોવાથી મેં કામ કરવાની હા કહી દીધી હતી. આ શોની ટીમે મને એક બાળકની જેમ ખુબ સારી રીતે સાચવી છે, એ હું કદી ભુલી શકુ તેમ નથી. પ્રાચી શોમાં હરિયાણાની યુવતિનો રોલ નિભાવી રહી છે.

(10:13 am IST)