Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

કાર્તિકના ચાહકો વધ્યા : બે ફિલ્મોનું કામ હાથ પર

 બોલીવૂડમાં પ્યાર કા પંચનામા ફિલ્મથી એન્ટ્રી કરનારા અભિનેતા કાર્તિક આર્યનની બોલીવૂડમાં નામના વધી રહી છે. તેના ચાહકો પણ વધ્યા છે. સારા અલી ખાનએ પણ એક શો દરમિયાન પોતે કાર્તિક આર્યન સાથે ડેટ પર જવા ઇચ્છતી હોવાનું કહ્યું હતું. કાર્તિકની સ્ટાઇલ ફેશનને પણ ચાહકો અનુસરી રહ્યા છે. તાજેતરમાં કાર્તિક કોફી વીથ કરણમાં ક્રિતી સેનન સાથે પહોંચ્યો હતો. ત્યારે તેણે માસ્ટરમાઇન્ડ લખાણવાળુ જેકેટ પહેર્યુ હતું. આ જેકેટની કિંમત સાડાચાર લાખ રૂપિયા છે. સોનુ કે ટીટૂ કી સ્વીટી પછી કાર્તિકને મોટા મોટા પ્રોજેકટ મળી રહ્યા છે. હવે કાર્તિકની ફિલ્મ 'લુકાછુપી' માર્ચમાં રિલીઝ થશે. આ ઉપરાંત તે ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજકલ-૨માં પણ  કરી રહ્યો છે. કાર્તિક આ બંને ફિલ્મોની રાહ જોઇ રહ્યો છે.

(10:13 am IST)